VIDEO : પરસ્ત્રી સાથે સંબંધ ખુલ્લો પડતા પતિએ પત્નીને આપ્યાં ટ્રિપલ તલાક, પુત્રીને ગાયબ કર્યાના આરોપ
Triple Talaq in Palanpur, Banaskantha : બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છ

Triple Talaq in Palanpur, Banaskantha : બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે, જેમાં પરસ્ત્રી સાથે સંબંધ ખુલ્લો પડતા પતિએ પત્ની સાથે મારઝૂડ કરીને તેને ટ્રિપલ તલાક આપી તરછોડી દીધી છે. પીડિતા સ્ત્રીએ એ પણ આરોપણ લગાવ્યો છે કે તેના પતિ અને તેની પ્રેમિકાએ તેની પુત્રીને ગાયબ કરી દીધી છે. આ સમગ્ર મામલે પીડિતાએ પહેલા પોલીસ ફરિયાદ કરી હતી, જો કે તેના પતિની પ્રેમિકાએ તેના પર ઉલટો મારઝૂડનો આરોપ લગાવતા પોલીસે મહિલાની મદદ ન કરી હોવાનો આરોપ લગાવ્યો છે. હવે પીડિતાએ પાલનપુરમાં જિલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરી છે.




