અમદાવાદમાં કિન્નરોએ મિલકત પચાવવા મકાનમાં કરી તોડફોડ, 11ની થઈ ધરપકડ
અમદાવાદ શહેરના જુના વાડજમાં આવેલી ચાંપાનેર સોસાયટીમાં બુધવારે બપોરના સમયે 10થી વધુ વ્યંડળોએ આતંક મચાવ્યો હ
અમદાવાદ શહેરના જુના વાડજમાં આવેલી ચાંપાનેર સોસાયટીમાં બુધવારે બપોરના સમયે 10થી વધુ વ્યંડળોએ આતંક મચાવ્યો હતો. હથોડી અને લાકડી જેવા હથિયાર સાથે મકાનના કંપાઉન્ડમાં આવીને કાર તેમજ મકાનમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો. જેના કારણે ભયનો માહોલ ઉભો થયો હતો. ત્યારે હવે પોલીસ દ્વારા 11 વ્યંડળની ધરપકડ કરવામાં આવી છે.
11 વ્યંડળની પોલીસે ધરપકડ કરી
જુના વાડજની ચાંપાનેર સોસાયટીમાં રમખાણો અને તોડફોડના કેસમાં સંડોવાયેલા 11 વ્યંડળની પોલીસે ધરપકડ કરી છે. વાડજ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે 11 વ્યંડળની સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી.
ફરિયાદી યુવતીએ આક્ષેપ કર્યો છે કે 'હુમલો કરનાર વ્યંડળો તેમની મિલકત પચાવીને તેમાં ચેલાઓને રહેવા માટે અનેકવાર દબાણ કરતા હતા. જો કે મકાન ખાલી ન કરતા તેમણે આ હુમલો કર્યો હતો'. આ સમગ્ર મામલે વાડજ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : વિરમગામમાં પ્રેમપ્રકરણ મામલે શિક્ષકની જાહેરમાં હત્યામાં ત્રણની ધરપકડ
ત્રણ વ્યંડળોને આશ્રય આપતા પરિવારને ધમકી આપી હતી
શહેરના જુના વાડજમાં આવેલી ચાંપાનેર સોસાયટીમાં રહેતી શીવાની વ્યાસ નામની યુવતીએ વાડજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે બુધવારે બપોરના સમયે તે તેમની માતા અને અન્ય બે વ્યંડળો સાથે ઘરે હાજર હતી ત્યારે તેમના બંગલામાં કામીની દે, જીયા દે, કરીના દે, સોનમ દે સહિત કુલ 11 જેટલા વ્યંડળો હથોડી અને પાઇપ સાથે ઘુસી આવ્યા હતા. તેમણે શીવાની અન્ય તેના પરિવારના સભ્યો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે જીવ બચાવવા માટે તમામ લોકો નાસીને રૂમમાં છુપાઇ ગયા હતા.
મકાન ખાલી કરી દેવા આપી ધમકી
તમામ વ્યડંળોએ તેમના ઘરમાં ઘુસીને ડાઇનીંગ ટેબલ, બારીના કાચ, ઇલેક્ટ્રીક આઇટમ તેમજ બહાર પાર્ક કરેલી કારમાં પણ તોડફોડ કરી હતી. સાથેસાથે ધમકી આપી હતી કે 'આ મકાન ખાલી કરી દેજો નહીતર હવે મારી નાખીને જઇશું'. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફુટેજ તેમજ ફરિયાદીના નિવેદનને આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ 11 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.








