મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ / મેઘાણીનગરમાં કરુણ ઘટના, ધોરણ 12માં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત!

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીર

તસવીર: gstv

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. મૃતક સગીરાની ઓળખ હિરલ પરમાર તરીકે થઈ છે, જેણે પોતાના ઘરે જ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પિતાએ દીકરીને કોઈ બાબતે ઠપકો આપ્યો હતો, જે વાતે તેને મનમાં લાગી આવતાં તેણે આ પગલું ભર્યું હતું. પારિવારિક ઘરકંકાસ અને પિતાના ઠપકાના કારણે સગીરાએ જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો