VIDEO: અમદાવાદ / જગતના નાથનું લાખેણું મામેરું, દર્શન માટે ભક્તો ઉમટ્યા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના ભવ્ય મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના ભવ્ય મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જગતના નાથનું લાખેણું મામેરું ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ભગવાનના વિશેષ શણગાર માટે તૈયાર કરાયેલા મુકુટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સુંદર મુકુટ મથુરાથી તૈયાર કરાવવામાં આવ્યા છે, જેમાં રેશમ અને જરી વર્કની કારીગરી કરવામાં આવી છે. મામેરાના દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અષાઢી બીજ અને રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.




