Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Ahmedabad: Bar Association has complained to the Chief Justice of the High Court on the issue of insulting a lawyer

VIDEO: અમદાવાદઃ વકીલ અપમાન મુદ્દે બાર એસોસિએશને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કરી ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટના જજ એમ.કે. ઉપાધ્યાય સામે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને ગંભીર આક્ષેપો સાથે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત રજૂઆત કરી છે. બાર એસોસિએશનનો આક્ષેપ છે કે જજ વકીલો અને પક્ષકારો સાથે તોછડું તથા અપમાનજનક વર્તન કરે છે, જેના કારણે કોર્ટનું વાતાવરણ બગડી રહ્યું છે. સાથે જ જમીન સંબંધિત અરજીઓ અને અન્ય કેસોની સમયસર સુનાવણી થતી ન હોવાના કારણે અરજદારોને વારંવાર કોર્ટના ધક્કા ખાવા પડે છે. રજૂઆતમાં જજના જક્કી અને ગુસ્સાવાળા સ્વભાવને કારણે વકીલો તથા કોર્ટ સ્ટાફ પર માનસિક દબાણ સર્જાતું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ પણ જજના વર્તન અંગે ફરિયાદો થઈ હોવાનું જણાવાયું છે. બાર એસોસિએશને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો રજૂઆત પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે. આ મુદ્દે કાનૂની વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

App Store