Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Ahmedabad: Terror by miscreants in Nikol, youth attacked with weapons

VIDEO: અમદાવાદઃ નિકોલમાં લુખ્ખા તત્વોનો આતંક, યુવક પર હથિયારો સાથે કર્યો હુમલો

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના નિકોલ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો બેફામ આતંક સામે આવ્યો છે, જ્યાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં એક નિર્દોષ યુવક પર હથિયાર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ સમગ્ર હિંસક ઘટનાના લાઇવ દ્રશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે, જેના આધારે નિકોલ પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, વીડિયોમાં હુમલો કરતા દેખાતા યુવકો સ્થાનિક એમ્બ્રોડરીના કારીગરો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ લુખ્ખાઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

App Store