VIDEO: અમદાવાદ: ભગવાનના મોસાળમાં મામેરાના દિવ્ય દર્શન
અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીના પવિત્ર મામેરાના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી ર

અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીના પવિત્ર મામેરાના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરા મુજબ આજે ભગવાનને વિવિધ પ્રકારની ભેટ-સોગાદ અર્પણ કરવામાં આવે છે. મામેરા પ્રસંગે ભગવાનને નવા વાઘા, મુકુટ અને પીતાંબર અર્પણ કરવામા આવશે...જ્યારે બહેન સુભદ્રાજીને પાર્વતી સ્વરૂપે અલંકૃત કરવામાં આવશે.અષાઢી બીજ અને રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.




