મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મોરબી નજીક યુવક પર ટેન્કરનાં તોતિંગ પૈડાં ફરી વળતાં કરૂણ મોત, ઘટના CCTV માં કેદ

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે હોટલે જમવા જતા યુવાનને ટેન્કર ચાલકે કચડી નાખ્યો યુવકનું અરેર

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે હોટલે જમવા જતા યુવાનને ટેન્કર ચાલકે કચડી નાખ્યો યુવકનું અરેરાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતના દ્રશ્યો  CCTV માં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 હોટલે જમવા જતા યુવક પર ટેન્કર ફરી વળ્યું

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ રામેશ્વર વે બ્રિજ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના રહેવાસી ગુણેશ્વરરામ સોનારામ દેવાસી (ઉ.વ 38) નામના યુવાનને ટેન્કરના ચાલકે કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ટ્રકને સાઈડમાં પાર્ક કરીને હોટલે જમવા જતા ગુણેશ્વરરામને ટેન્કર ચાલકે અડફેટે લીધો હતો.  આ અકસ્માતના દ્રશ્યો  CCTV માં કેદ થતા પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ લેવા તજવીજ શરૂ છે. 

આ સમાચાર શેર કરો