VIDEO: કન્યાકુમારીમાં પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં મુશળધાર વરસાદ, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપાઈ સુચના
તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પશ્ચિમ ઘાટ અને તેના ઉપરવાસના કેચમેન્

તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પશ્ચિમ ઘાટ અને તેના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, સતત વરસી રહેલા વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ધોધમાર વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, પરંતુ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હજુ પણ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા છે અને હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે.




