નવરસ કથા કોલાજ માટે કાશ્મીરથી કન્યાકુમારીનો પ્રવાસ, જીત્યા 58 રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કાર
"નવરસ કથા કોલાજ"ની ટીમ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની રોડ ટ્રિપ પર છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં

"નવરસ કથા કોલાજ"ની ટીમ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની રોડ ટ્રિપ પર છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ પહેલીવાર આવો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ખૂબ જ સફળ રહ્યો છે. ફિલ્મ 'નવરસ કથા કોલાજ' ફિલ્મના કલાકારો પ્રમોશન માટે સુરતના મહેમાન બન્યા હતા. સુરતમાં તેમણે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું.
નિર્માતા પ્રવીણ હિંગોનિયા અને એસકેએચ પટેલે દેશભરમાં આ પ્રમોશન યાત્રા કરીને સનસનાટી મચાવી દીધી છે, જેઓ તેમની આગામી હિન્દી ફિચર ફિલ્મ "નવરસ કથા કોલાજ"નું મોટા પાયે પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મે ૫૮ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. ફિલ્મની ટીમ વાઘા બોર્ડર, ગોલ્ડન ટેમ્પલ, જલિયાંવાલા બાગ, ખટકર કલા, શહીદ-એ-આઝમ ભગત સિંહના ગામ, લખનઉ, તાજમહેલ સહિત સમગ્ર દેશનો પ્રવાસ કરી રહી છે.
આ ફિલ્મનું ટ્રેલર ભારતીય સૈનિકોને પણ પસંદ આવ્યું છે. ભારત ભ્રમણ માટે ખાસ વેનિટી વેન તૈયાર કરવામાં આવી છે, જેના પર ફિલ્મ નવરસ કથા કોલાજનું પ્રમોશન થઇ રહ્યું છે. આ વાનમાં આખી ટીમ કાશ્મીર થી કન્યાકુમારી જઈ રહી છે, જ્યારે પ્રવીણ હિંગોનિયા પોતાની સામાજિક થીમ આધારિત ફિલ્મ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે, જે ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ દેશભરના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.આ ફિલ્મમાં લેખક, દિગ્દર્શક અને અભિનેતા પ્રવીણ હિંગોનિયાએ ૯ પડકારજનક પાત્રો ભજવ્યા છે.






