મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અંકલેશ્વરમાં ભાજપ દ્વારા યોજાઈ તિરંગા યાત્રા

અંકલેશ્વર ભાજપ યુવા મોરચો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા ભાજપ કાર્યાલયથી નીકળ

અંકલેશ્વર ભાજપ યુવા મોરચો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા ભાજપ કાર્યાલયથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

દેશભરમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં પણ ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયું. તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારો માં ફરી જવાહર બાગ ખાતે સંપન્ન થઇ હતી. આ તિરંગા યાત્રા દરમ્યાન શહેર તિરંગાના રંગે રંગાયું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર મહામંત્રી જીગ્નેશ અંદાડિયા, સહિતના નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો,  યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

આ સમાચાર શેર કરો