મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'સમય બદલાઈ ગયો છે, ક્લાસમાં વિદ્યાર્થીઓનું અપમાન ન કરી શકાય': SCની આકરી ટિપ્પણી

નવી દિલ્હી: એક વિદ્યાર્થીના આત્મહત્યાના (Suicide Case) મામલામાં પ્રોફેસરની

તસવીર: gstv

નવી દિલ્હી: એક વિદ્યાર્થીના આત્મહત્યાના (Suicide Case) મામલામાં પ્રોફેસરની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અત્યંત નાટકીય અને તીખી દલીલ જોવા મળી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે, હવે સમય બદલાઈ ગયો છે અને શિક્ષકો ક્લાસરૂમમાં (Classroom) વિદ્યાર્થીઓને બધાની સામે જલીલ કે અપમાનિત ન કરી શકે.

પ્રોફેસરના વકીલની દલીલ: અપમાન એક મહિના પહેલાં થયું હતું

પ્રોફેસર વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલે (Senior Advocate) દલીલ કરી હતી કે, વર્ગખંડમાં કથિત રીતે થયેલું અપમાન આત્મહત્યાના એક મહિના પહેલાંનું છે, તેથી તેને મૃત્યુનું તાત્કાલિક કે સીધું કારણ (Proximate Cause) ન માની શકાય. વકીલે દલીલ કરી કે વિદ્યાર્થીએ મૃત્યુની પહેલાં કોઈ લોન એપ પરથી લોન (Loan App) લીધી હતી અને પ્રોફેસરને જાણ કર્યા વગર તેમનું નામ જામીનદાર (Guarantor) તરીકે આપ્યું હતું, જેના લીધે લોન રિકવરી એજન્ટો (Recovery Agents) તેને પરેશાન કરી રહ્યા હતા.

કડક શિક્ષકો સામે કેસ ચલાવવાથી શિસ્ત પર નકારાત્મક અસર પડશે

બચાવ પક્ષના વરિષ્ઠ વકીલે કોર્ટને વિનંતી કરતા જણાવ્યું હતું કે, કડક વલણ અપનાવતા શિક્ષકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી (Criminal Action) કરવાથી સમાજમાં નકારાત્મક સંદેશ જશે. ઘણીવાર શિક્ષકો વિદ્યાર્થીના ભવિષ્ય અને હિત માટે વધુ પડતા કડક બનતા હોય છે. આવા કિસ્સામાં જો તેમના પર કેસ ચલાવવામાં આવશે, તો શિસ્ત (Discipline) જાળવવાનો પ્રયાસ કરતા શિક્ષકોના મનોબળ પર 'ખરાબ અસર' પડશે.

જસ્ટિસ સંદીપ મહેતાની મહત્વની ટિપ્પણી: માનસિક અસરને નકારી શકાય નહીં

આ દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સંદીપ મહેતાએ (Justice Sandeep Mehta) કડક વલણ અપનાવતા કહ્યું, "સમય હવે બદલાઈ ગયો છે. કદાચ અમારા જમાનામાં માર મારવો સામાન્ય બાબત હતી, પણ હવે સ્થિતિ અલગ છે."

તેમણે ઉમેર્યું કે જો કોઈ વિદ્યાર્થીને વર્ગખંડમાં તેના સાથી વિદ્યાર્થીઓની (Classmates) સામે અપમાનિત કરવામાં આવે, તો તેના માનસ (Psyche) પર પડનારી ગંભીર અસરને નકારી શકાય નહીં. સમાજમાં એ સ્પષ્ટ સંદેશ જવો જ જોઈએ કે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું અપમાનજનક વર્તન (Behavior) કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ હવે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પ્રત્યેના વ્યવહારને લઈને કાનૂની દાયરો વધુ મજબૂત બનશે તેમ દેખાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો