મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ ચુસ્ત બંદોબસ્ત, ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારમા ચાંપતી નજર

સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવ

સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એસઆરપી તેમજ સ્થાનિક પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આજે બીજા દિવસે પણ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પૂર્વાયોજિત કાવત્રું
 
કોઈ પણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા એન્ટી રાયોટીગ તેમજ વજ્ર વાહન ખડકી દેવામાં આવ્યા છે. સમગ્ર પથ્થરમારાની ઘટનામા પોલીસે રાયોટીગ કલમો હેઠળ ગુનો દાખલ કરી 27 આરોપીઓ ઝડપી પાડયા છે. આ આરોપીઓએ કાવત્રુ પૂર્વાયોજિત રચ્યું હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

કડક સૂચના

આરોપીઓએ સૈયદપુરા પોલીસ ચોકી પાસે જ આવેલા મકાનોના છત પરથી પથ્થર મારો કરાવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગની સાથે ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધરી છે. અઠવા વિસ્તારની વિવિધ શેરીઓમાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યુ છે. અસામાજિક તત્વોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. વિસ્તારમાં માથાભારે છબી ધરાવતા ઇસમોને પોલીસ મથકે બોલાવી સૂચના આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો