WhatsApp એકાઉન્ટ હેક થતું બચાવશે આ નવી સેટિંગ; કંપનીએ રજૂ કર્યું નવું સિક્યોરિટી ફીચર, આ રીતે કરો એક્ટિવેટ
WhatsAppનો ઉપયોગ આજે ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો કરી રહ્યા છે. કંપની પણ યુઝર એક્સપિરિ

WhatsAppનો ઉપયોગ આજે ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો કરી રહ્યા છે. કંપની પણ યુઝર એક્સપિરિયન્સને બહેતર બનાવવા માટે પ્લેટફોર્મ પર એક પછી એક નવા ફીચર્સ ઉમેરી રહી છે. હાલમાં જ કંપનીએ એપમાં ઘણા શાનદાર સિક્યોરિટી ફીચર્સ પણ એડ કર્યા છે. આ જ ક્રમમાં થોડા સમય પહેલા કંપનીએ WhatsApp એકાઉન્ટની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક નવું ફીચર રજૂ કર્યું છે જેને કંપનીએ Strict Account Settings નામ આપ્યું છે.
આ એક અદ્યતન સિક્યોરિટી મોડ છે જે ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેઓ 'હાઈ-રિસ્ક' કેટેગરીમાં આવે છે, જેમ કે પત્રકારો, જાહેર વ્યક્તિઓ (Public Figures) અથવા સાયબર એટેકનો સંભવિત ટાર્ગેટ બની શકે તેવા લોકો. આ ફીચરનો ઉપયોગ કરીને તેઓ પોતાના WhatsApp એકાઉન્ટને હેક થવાથી બચાવી શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...
Strict Account Settings શું કામ કરશે?
અજાણ્યા નંબરો પર કડકાઈ: સૌથી પહેલા તો આ સેટિંગ ઓન કરતા જ અજાણ્યા (Unknown) નંબર પરથી આવતા મીડિયા, એટેચમેન્ટ્સ અને કોલ્સને બ્લોક અથવા સાયલન્ટ કરી દેવામાં આવશે. જેનાથી તમારું એકાઉન્ટ પહેલા કરતા વધુ સુરક્ષિત થઈ જશે.
પ્રોફાઇલ લોકડાઉન મોડ: આ મોડ ઓન કરતાની સાથે જ પ્રોફાઇલ ફોટો, લાસ્ટ સીન, ઓનલાઇન સ્ટેટસ અને 'About' ફક્ત કોન્ટેક્ટ્સ (Contacts) સુધી જ મર્યાદિત થઈ જશે. એટલે કે જો કોઈ તમારા પર નજર રાખી રહ્યું હોય, તો પણ આ ફીચર તમારી પ્રાઈવસી જાળવી રાખશે.
ફોર્સ્ડ સિક્યોરિટી (Forced Security): આ મોડ ઓન થતાની સાથે જ ટુ-સ્ટેપ વેરિફિકેશન હંમેશા ઓન રહેશે અને સિક્યોરિટી નોટિફિકેશન બંધ કરી શકાશે નહીં. આનો અર્થ એ છે કે એકાઉન્ટમાં કોઈ પણ એક્ટિવિટી થવા પર તમને તરત જ એલર્ટ મળી જશે.
ગ્રુપ સેફ્ટી: આ ઉપરાંત, આ મોડ ઓન હશે તો કોઈ પણ વ્યક્તિ તમને સીધા ગ્રુપમાં એડ કરી શકશે નહીં. તમને કોઈ ગ્રુપમાં ઉમેરવા માટે પહેલા તમારી પરવાનગી લેવી પડશે.
પ્રાઇમરી ડિવાઇસ કંટ્રોલ: ખાસ વાત એ છે કે આ ફીચરને ફક્ત તમારા પ્રાઇમરી (મુખ્ય) ફોનથી જ ઓન કે ઓફ કરી શકાય છે.
Strict Account Settings કેવી રીતે ઓન કરવી?
સૌથી પહેલા તમારા WhatsApp એકાઉન્ટના Settings માં જાઓ.
ત્યારબાદ Privacy વાળા ઓપ્શન પર ક્લિક કરો.
થોડું સ્ક્રોલ કરતા નીચે Advanced ઓપ્શન જોવા મળશે, તેને ઓપન કરો.
અહીં તમને સૌથી છેલ્લે Strict Account Settings દેખાશે.
તમે અહીંથી એક ક્લિકમાં આ સેટિંગ ઓન કરી શકો છો.
આ મોડ ઓન કરતાની સાથે જ એપ ઘણા પ્રાઈવસી કંટ્રોલ્સ ઓટોમેટિક રીતે લોક કરી દેશે.








