મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ ફરી એકવાર રાજ્યમાં સ્કૂલ વાને મારી પલટી, 9 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત; ઘટના CCTVમાં કેદ

વેકેશન ખુલતાં જ આરટીઓ દ્વારા સ્કૂલ વાનના નિયમો કડક કરીને થોડા દિવસો ચેકીંગ કરાયું

વેકેશન ખુલતાં જ આરટીઓ દ્વારા સ્કૂલ વાનના નિયમો કડક કરીને થોડા દિવસો ચેકીંગ કરાયું હતું. જો કે, હવે બધુ જૈસે થે પ્રમાણે ચાલતું હોય તેમ રાજયમાં એક પછી એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર એક સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી. મૂળદ પાટિયા નજીક વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી મારી ગઈ હતી. સામેથી આવતી હતી. ત્યારે સ્કૂલ બસ આવતા વાન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ઈકો કારમાં સવાર 0 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓને ઇજા થઈ હતી. જેથી વિદ્યાર્થીઓની ચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. હીચકારો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. હાલ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો