Video: બીજી ફેબ્રુઆરીથી જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાનો પ્રારંભ, દક્ષિણ ગુજરાતના મુદ્દાઓને વાચા આપશે કોંગ્રેસ
કોંગ્રેસ ત્રીજા ચરણની જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે. ત્રીજા ચરણની શરૂઆત વલસાડના કપરાડાથી શરૂ થશે. દ
કોંગ્રેસ ત્રીજા ચરણની જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે. ત્રીજા ચરણની શરૂઆત વલસાડના કપરાડાથી શરૂ થશે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો યાત્રામાં જોડાશે. આગામી બીજી ફેબ્રુઆરીથી 12 ફ્રેબ્રુઆરી સુધી આ યાત્રા યોજાશે.
શિક્ષણ, બેરોજગારી અને દારૂના દૂષણ જેવા મુદ્દાઓને લઈ કોંગ્રેસે જન આક્રોશ રેલી યોજી હતી. આ બંને ચરણની રેલીમાં કોંગ્રેસે 72 જાહેર સભાઓ તેમજ 300થી વધુ બાઈક રેલીઓ યોજી હતી. અગાઉ ઉત્તર ગુજરાતથી યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓમાં પણ યાત્રા કરવામાં આવી હતી.




