Video: જન આક્રોશ યાત્રાના ત્રીજો તબક્કાનો પ્રારંભ, કપરાડાથી શરૂ થયેલી રેલી ઉમરગામ પહોંચી
પ્રદેશ કોંગ્રેસે જન આક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતમા
પ્રદેશ કોંગ્રેસે જન આક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં સાત જિલ્લા પાંત્રીસ તાલુકામાં અગિયાર દિવસ યાત્રાનું આયોજન છે. વલસાડના કપરાડાથી શરૂ થયેલી રેલી રૂપે યાત્રા ઉમરગામ પહોંચી હતી. કોંગ્રેસ મોંઘવારી, મહિલાઓ પર અત્યાચાર, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે લોકોને સાંભળશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક, તુષાર ચૌધરી સહિતના નેતાઓ રેલીમાં જોડાયા હતા.




