મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કનુદેસાઈના વિવાદસ્પદ નિવેદનથી કોળી સમાજમાં રોષ, માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચિમકી

રાજ્યમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિવિધ શહેર

રાજ્યમાં લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિવિધ શહેરોમાં નેતાઓનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  વલસાડ લોકસભામાં પારડીમાં ભાજપની બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈનું વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. આ  નિવેદનથી કોળી સમાજમાં રોષ ફેલાયો છે. અખિલ ભારતીય કોળી પટેલ સમાજના પ્રમુખ શૈલેષ પટેલે રોષ દર્શાવ્યો હતો.

 શૈલેષ પટેલે જણાવ્યું હતું કે નાણાં મંત્રીના નિવેદનથી કોળી સમાજનું અપમાન થયું છે. કનુભાઈ કોળી સમાજની માફી ન માંગે તો આવતી કાલથી કોળી સમાજ રસ્તા પર ઉતરશે.  મહત્ત્વનું  છે કે નાણાં મંત્રી કનુ દેસાઈએ પારડીની સભામાં કોળિયા કૂટાય, ધોડિયા ચૂંટાયનું આપ્યુ એવું નિવેદન આપ્યુ હતું.

આ સમાચાર શેર કરો