મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:સુરતમાં ગૌ માસનું વેચાણ કરતાં અગાઉ પકડાયેલાને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ, પોલીસના ધાડે ધાડા ઉતર્યા

ગૌ માસના વેપાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં ચોરીછૂપીથી આ પ્રકારનો ધંધો

ગૌ માસના વેપાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં ચોરીછૂપીથી આ પ્રકારનો ધંધો થતો હોવાથી આરોપીઓ અવારનવાર ઝડપાઈ જતાં હોય છે. ત્યારે આ પ્રકારના વેપાર પર લગામ કસી શકાય તે હેતુથી પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અલગ અલગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમની ટીમો સાથે એક સાથે સરપ્રાઈઝ ચેકિંગમાં ઉતરી આવ્યાં હતાં. ગૌ માસનો વેપાર કરતા અગાઉ પકડાયેલા શકમંદ ઈસમોના રહેણાંક સ્થળો તેમજ કતલખાનાની સંભવિત જગ્યાઓએ લાલગેટ પોલીસ ઈન્સ., ચોક બજાર પોલીસ ઈન્સ. તથા મહિધરપુરા પોલીસ ઈન્સ.અને ડીસીપી સહિત તેઓની સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઓચિંતા એકી સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમ્યાન કોઈ ગુન્હાહિત પ્રવૃતી ચાલતી હોવાનું જણાઈ આવ્યુ ન હતું. તેમજ આવનારા દિવસોમા પણ આ પ્રકારનું ચેકીંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો