મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: 'Toxic' રિલીઝ થતાં જ થિયેટરો બન્યા સ્ટેડિયમ! યશના ચાહકોએ ઢોલના તાલે કરી ભવ્ય ઉજવણી

કન્નડ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન

તસવીર: gstv

કન્નડ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક: એ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ' (Toxic) થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને યશના ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બેંગલુરુના કેમ્પેગૌડા રોડ પર આવેલા ઐતિહાસિક 'નર્તકી થિયેટર' બહારથી સામે આવેલા એક વીડિયોમાં ફેન્સ ઢોલના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે.

યશની 4 વર્ષ પછી મોટા પડદા પર વાપસી

વર્ષ 2022માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'કેજીએફ: ચેપ્ટર 2' પછી યશ હવે 2026માં સીધા ફિલ્મ 'ટોક્સિક' સાથે મોટા પડદા પર પુનરાગમન કરી રહ્યો છે. પૂરા 4 વર્ષના લાંબી રાહ પછી પોતાના મનપસંદ સ્ટારને થિયેટરોમાં જોઈને ફેન્સ ખુશીથી ઝૂમી ઊઠ્યા છે. તે નર્તકી થિયેટર બહાર ઉજવણી કરતા યશના વિશાળ પોસ્ટરો પર ફૂલોના હાર ચડાવી રહ્યા છે.

બમ્પર એડવાન્સ બુકિંગ અને કમાણી

રિપોર્ટ અનુસાર, 'ટોક્સિક'ની રિલીઝ પહેલા જ 18,48,067 ટિકિટોનું બમ્પર એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું હતું. આ શાનદાર રિસ્પોન્સના જોરે ફિલ્મે રિલીઝ થતા પહેલા જ 58.27 કરોડનું ભવ્ય કલેક્શન કરી લીધું છે.

સ્ટાર કાસ્ટ અને નિર્દેશન

ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ એક્શન-ડ્રામા ફિલ્મમાં યશ ઉપરાંત એક મજબૂત સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે, જેમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રૂક્મિણી વસંત જેવા દિગ્ગજ કલાકારો સામેલ છે.

કટ વગર મળ્યું 'A' સર્ટિફિકેટ

સેન્સર બોર્ડે ફિલ્મને કોઈપણ કટ વગર પાસ કરીને તેને 'A' (Adults Only) સર્ટિફિકેટ આપ્યું છે. આનો અર્થ એ છે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રેક્ષકો જ થિયેટરોમાં આ ફિલ્મની મજા માણી શકશે.

આ સમાચાર શેર કરો