Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો : The release of Yash's most awaited film 'Toxic' has been postponed!

VIDEO: Yashની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Toxic' પોસ્ટપોન થઈ! આ તારીખે થશે રિલીઝ

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોક્સ ઓફિસ પર 19 માર્ચના રોજ 'ધુરંધર: ધ રિવેન્જ' અને 'ટોક્સિક' વચ્ચે ટક્કર થવાની હતી. પરંતુ હવે આ ક્લેશ ટળી ગયો છે અને ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે.. યશના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે.

App Store

યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક' ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી છે. 4 માર્ચના રોજ યશે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને જણાવ્યું  છે. યશના ઓફિશિયલ સ્ટેટમેન્ટ મુજબ, મિડલ ઈસ્ટ એટલે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે આ નિર્ણય લેવાયો છે. યશ ઈચ્છે છે કે તેની ફિલ્મ દુનિયાભરના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, અને અત્યારની વૈશ્વિક સ્થિતિ તેમાં અવરોધ બની શકે તેમ છે.

'ટોક્સિક' હવે 4 જૂન 2026ના રોજ અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે. યશની સાથે આ ફિલ્મમાં નયનતારા અને કિયારા અડવાણી જેવી મોટી સ્ટાર કાસ્ટ જોવા મળશે.