VIDEO: નવસારીના માણેકપોર ટંકોલી ગામના પુરના પાણીમાં યુવાન કાર સાથે ફસાયો, ફાયરના જવાનોએ બચાવ્યો જીવ
રાજ્યમાં બે દિવસથી વિવિધ જિલ્લા અને તાલુકામાં ફરીથી વરસાદ વરસ્યો છે. દક્ષિ
રાજ્યમાં બે દિવસથી વિવિધ જિલ્લા અને તાલુકામાં ફરીથી વરસાદ વરસ્યો છે. દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાની વાત કરીએ પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી વટાવી જતાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. નવસારીના વાંસદાના સરા ગામે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
યુવાન કાર સાથે પાણીમાં ફસાયો હતો
નવસારીના જલાલપુર તાલુકાના માણેકપોર ટંકોલી ગામમાં પણ વરસાદથી પુરની સ્થિતિ સર્જાઈ હતી. ગામના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ માર્ગ પર એક યુવાન કારમાં ફસાયો હતો. પાણીનું વહેણ એટલું વધારે હતું કે યુવાન કાર સાથે ફસાઈ ગયો હતો.
યુવાનનું સફળતા પૂર્વક રેસ્ક્યું કર્યું
સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ ફાયરની ટીમને કરી હતી. નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયરના જવાનોએ ધસમસતા પ્રવાહમાંથી યુવાનનું સફળતા પૂર્વક રેસ્ક્યું કરીને સુરક્ષિત સ્થાન પર સ્થળાંતર કર્યું હતું.






