VIDEO: ગંગા અને યમુનાનું જળસ્તર વધ્યું
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદને પગલે ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. નદીઓ ઉફાન પર આવતા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદને પગલે ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે. નદીઓ ઉફાન પર આવતા કિનારાના ઘાટો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન હાઈ-એલર્ટ પર છે અને નદી કિનારે NDRF-SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સામે આવેલા દ્રશ્યોમાં નદીઓનો પ્રચંડ વેગ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ ભારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, પાણી ઝડપથી ઘરો તરફ આગળ વધી રહ્યું હોવાથી તેઓ સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સતત સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.




