VIDEO: યુદ્ધની સ્થિતિના કારણે સિરામીક ઉદ્યોગ પર માઠી અસર, બજારમાં મટીરીયલની સર્જાઈ તંગી

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિના કારણે મોરબી અને સુરતમાં પણ સિરામીક ઉદ્યોગ પર માઠી અસર પડી છે

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિના કારણે મોરબી અને સુરતમાં પણ સિરામીક ઉદ્યોગ પર માઠી અસર પડી છે. પ્રોપેન ગેસની અછતને કારણે મોરબીની અનેક સિરામીક અને ટાઇલ્સ ફેક્ટરીઓ હાલ બંધ પડી ગઈ છે. જેના કારણે ઉત્પાદન લગભગ ઠપ થઈ ગયું છે. મોરબીથી સુરત સુધી ટાઇલ્સનો મોટો સપ્લાય થતો હોય છે, ત્યારે સુરતમાં પણ સિરામીક ઉદ્યોગને સીધી અસર થઈ છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ પહેલાં દર મહિને 100થી 150 ટ્રકો ટાઇલ્સ સુરત આવતી હતી, જ્યારે હાલ માત્ર 10થી 12 ટ્રકો જ પહોંચે છે. આ ઘટાડાને કારણે બજારમાં મટીરીયલની તંગી સર્જાઈ છે અને ઓર્ડર સમયસર પૂરા કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. પરિણામે કરોડો રૂપિયાનો વેપાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત