મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાંકરેજ મઠના વિવાદ વચ્ચે સંતરામગીરી બાપુના અપહરણ પહેલાનો વીડિયો થયો વાયરલ

બનાસકાંઠાના મઠના મહંતનો મામલો દિવસો જતાં વધુને વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાન

બનાસકાંઠાના મઠના મહંતનો મામલો દિવસો જતાં વધુને વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં થળી જાગીર મઠના મહંતના અપહરણનો મામલે હવે સંતરામગીરી બાપુનો અપહરણ પૂર્વેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમને ધાક-ધમકી આપી મઠ છોડી દેવા માટે મજબૂર કરાયા હતા. તેમજ બંદૂક બતાવી બળજબરી પૂર્વક મઠ છોડી દેવાનું લખાણ લખાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ સંતરામગીરીના અપહરણ દરમિયાન અપહરણકારોએ જાગીર મઠમાં લાગેલા CCTV પણ તોડી પાડ્યા હતા. આખરે શિહોરી પોલીસે શંકરગીરી બાપુને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ સમગ્ર મામલો થળી મઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થયા બાદ મઠની ગાદીના પદનો વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈ બે જૂથ આમને-સામને આવી ગયા છે. તેમાં એક જૂથે સંતરામગીરી બાપુને ગાદીએ બેસાડી દેતા વિવાદ વકર્યો, તો બીજા જૂથ દ્વારા તેમને ધાક ધમકી મઠ છોડી દેવા માટે મજબૂર કરી અપહરણ કરી દેવાયું હતું.

આ પણ વાંચો : કાંકરેજના જાગીર મઠ ગાદી વિવાદ: વહેલી સવારે અન્ય સાધુની ટોળીએ કર્યું શંકરગીરીનું અપહરણ

આમ સંતરામગીરી બાપુનું અપહરણ કર્યા બાદ બીજા જૂથે અંકિતપુરી બાપુને ગાદીએ બેસાડી દીધા અને તેમની ચાદરવિધિ કરી દીધી હતી. આ સમગ્ર મામલાની જાણ થતા શિહોરી પોલીસ એક્શનમાં આવી હતી. શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકારોની ચુંગાલમાંથી સંતરામગીરી બાપુને છોડાવ્યા હતા. આ સમગ્ર મામલે SP, DYSP તેમજ LCB સહિતનો કાફલો શિહોરી પોલીસ મથકે પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જોકે એક જૂથના સંતરામગીરી બાપુના અપહરણની ઘટના બાબતે વિવાદ વકરવાની ભીતિ સેવાઇ રહી છે.

આ સમાચાર શેર કરો