VIDEO: અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત, નમસ્તે સર્કલ આગળ પડ્યો મસમોટો ભૂવો
અમદાવાદમાં ઠેર ઠેર રસ્તા પર ભૂવા પડવાની વાત હવે જાણે સામાન્ય બની ગઈ છે. ત્યારે આ ભૂવા પડવાનો સિલસિલો ચોમાસા બા
અમદાવાદમાં ઠેર ઠેર રસ્તા પર ભૂવા પડવાની વાત હવે જાણે સામાન્ય બની ગઈ છે. ત્યારે આ ભૂવા પડવાનો સિલસિલો ચોમાસા બાદ પણ યથાવત છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારના નમસ્તે સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો હતો, વહેલી સવારે ભૂવો પડતા વહેલી તકે રસ્તો બંધ કરાયો હતો. એક તરફ પાણીની લાઇનનું સમારકામ ચાલુ છે અને બીજી તરફ ભૂવો પડવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કારવો પડી રહ્યો છે. AMCએ ભૂવો પડતાં તાત્કાલિક સમારકામની કામગીરી ચાલુ કરવાની જગ્યાએ માત્ર એ રસ્તો કોર્ડન કરીને સંતોષ માન્યો.




