મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના હીરાબાગ સર્કલ પર બનેલો રેમ્પ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન, વાહનચાલકોને પડતી હાલાકી

સુરતના હીરાબાગ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા ₹૧૬.૪૩ કરોડના ખર્ચે ૫૫૭ મીટ

સુરતના હીરાબાગ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા ₹૧૬.૪૩ કરોડના ખર્ચે ૫૫૭ મીટર લાંબો રેમ્પ બ્રિજ તૈયાર છે, પરંતુ નેતાઓના ઉદ્ઘાટનની રાહમાં તે હજુ બંધ રખાયો છે. ચૂંટણીના મહિનાઓ બાદ પણ શાસકોની નિયુક્તિ ન થતા વરાછા, કતારગામ અને અમરોલીના ૭ લાખથી વધુ વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

લોકોની ધીરજ ખૂટતા થોડા દિવસો પહેલા જનતાએ જાતે જ બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો, જેને તંત્રએ ફરી બંધ કરી દીધો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તૈયાર બ્રિજ માત્ર નેતાઓની રાહમાં બંધ રાખી જનતાને ટ્રાફિકમાં હેરાન કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો