VIDEO: સુરત શહેરમાં જૈન સાધુ-સંતો પર થયેલા કથિત હુમલા
ગુજરાતના સુરત શહેરમાં જૈન સાધુ-સંતો પર થયેલા કથિત હુમલા અને તેની પાછળ કોઈ મોટા ષડયંત્ર ની આશંકાને પગ

ગુજરાતના સુરત શહેરમાં જૈન સાધુ-સંતો પર થયેલા કથિત હુમલા અને તેની પાછળ કોઈ મોટા ષડયંત્ર ની આશંકાને પગલે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને જૈન મુનિઓની સુરક્ષાની માંગ સાથે સકલ જૈન સમાજ દ્વારા સુરતમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જૈન સંતો જ્યારે વિહાર કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે બનેલી અકસ્માત કે હુમલાની ઘટનાને સામાન્ય માનવા જૈન સમુદાય તૈયાર નથી. જૈન અગ્રણીઓનો આરોપ છે કે અવારનવાર જૈન સાધુ-સાધ્વીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જે કોઈ ઊંડા કાવતરાનો ભાગ હોઈ શકે છે. આ આક્રોશને પગલે મોટી સંખ્યામાં જૈન સમાજના પુરુષો અને મહિલાઓ શ્વેત વસ્ત્રો ધારણ કરી રસ્તા પર ઉતરી આવ્યા હતા. જૈન મુનિઓએ ચેતવણી આપી છે કે જો સંતોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે અને કાવતરાખોરો સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પરિસ્થિતિને જોતા સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.




