VIDEO : બચુ ખાબડના ગઢમાં મોટું ગાબડું, ધાનપુરમાં હુમલા અને હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે પ્રમુખ પદે 'આપ'ના સોનલબેન વિજેતા
દાહોદના દેવગઢ બારીઆના ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ પદે આપના સોનલ બહેન

દાહોદના દેવગઢ બારીઆના ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ પદે આપના સોનલ બહેન ભુરિયા નિયુક્ત થયા છે. પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રાજકીય ગરમાગરમી અને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ વાસિયા ડુંગરી નજીક આમ આદમી પાર્ટી ના ઉમેદવારોની ગાડીઓ પર હિંસક હુમલો કરી તેમને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, પોલીસે ચુસ્ત સુરક્ષા વચ્ચે 'આપ'ના ૧૨ સભ્યોને પંચાયત કચેરી પહોંચાડ્યા હતા, જ્યાં બંને પક્ષોના સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણ થતાં માહોલ તંગ બન્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોરચો સંભાળી ચૂંટણી યોજાવી હતી, જેમાં કુલ ૨૪ બેઠકો પર ભાજપ અને 'આપ' વચ્ચે ૧૨-૧૨ની બરાબરી થતાં મામલો ચિઠ્ઠી પ્રક્રિયા પર પહોંચ્યો હતો. અંતે, ચિઠ્ઠી ઉછાળવામાં આવતા 'આપ'ના સોનલબેન ભુરીયા વિજેતા જાહેર થયા હતા. આમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુ ખાબડના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે.



