VIDEO : ડાંગની આહવા તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામા, પ્રમુખની વરણી મુદ્દે ભાજપ-કોંગ્રેસના સભ્યો વચ્ચે હોબાળો
ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 9 સભ્યોની જીત બાદ પ્ર

ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 9 સભ્યોની જીત બાદ પ્રમુખની વરણી મુદ્દે ભારે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ભાજપ દ્વારા કોંગ્રેસના બે સભ્યો તોડવામાં આવ્યા હોવાના દાવા અને તડજોડની રાજનીતિ વચ્ચે બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. પંચાયત કચેરી ખાતે દાવેદારી માટે પહોંચેલા કોંગ્રેસના સભ્યને અંદર જતાં અટકાવવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


