VIDEO: ભાવનગર / નવાપરા વિસ્તારમાં માત્ર રૂ.૫૦૦ની ઉઘરાણી મામલે યુવક પર જીવલેણ હુમલાની ઘટના
ભાવનગરના નવાપરા વિસ્તારમાં માત્ર રૂ. ૫૦૦ની ઉઘરાણી મામલે યુવક

ભાવનગરના નવાપરા વિસ્તારમાં માત્ર રૂ. ૫૦૦ની ઉઘરાણી મામલે યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. અહેમદભાઈ સોલંકી નામના યુવકને વસીમ અને રમીઝ નામના બે શખ્સોએ ફોન કરી કાકાની બેકરીએ બોલાવ્યો હતો. ભોગ બનનારના જણાવ્યા મુજબ બંને શખ્સો નશાની હાલતમાં હતા અને પહોંચતા જ ગાળો આપી મારામારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન વસીમે ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે રમીઝે છરી વડે હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. ઝઘડો છોડાવવા આવેલા કાકાના દીકરાને પણ માર મારવામાં આવ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

