મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરત વિસ્તારમાં નવજાત ભ્રૂણને કચરામાં ફેંક્યું હોવાની આશંકા

સુરતના ઉધના વિસ્તારમાં ભીમનગર ગરનાળા પાસે કચરાના ઢગલામાંથી 6 થી 7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવેલી હાલતમાં ફ

સુરતના ઉધના વિસ્તારમાં ભીમનગર ગરનાળા પાસે કચરાના ઢગલામાંથી 6 થી 7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવેલી હાલતમાં ફેંકી દેવાના મામલે ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્રની 16વર્ષીય યુવતીની અટકાયત કરી છે. સીસીટીવી ફૂટેજ અને સઘન તપાસના આધારે પકડાયેલી યુવતીએ કબૂલાત કરી છે કે તેના પ્રેમીએ ગર્ભપાત માટે આપેલી દવા બાદ તે મહારાષ્ટ્રથી સુરત તેના નાનીના ઘરે આવી હતી, જ્યાં ગર્ભપાત બાદ પુરાવાનો નાશ કરવા માટે તેની નાનીએ ભ્રૂણને કચરામાં ફેંક્યું હોવાની આશંકા છે. આ ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસ હવે યુવતીના મુંબઈ સ્થિત પ્રેમી અને તેની નાનીની પણ અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી રહી છે.

આ સમાચાર શેર કરો