મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ડીસામાં1 રૂપિયામાં પીવાનું પાણી આપવાનો પ્લાન્ટ ધૂળ ખાતો પડ્યો, લાભ નાગરિકો સુધી પહોંચ્યો જ નથી

ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે

ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. શહેરમાં 1 રૂપિયામાં પીવાનું પાણી આપવાનો પ્લાન્ટ ધૂળ ખાતો પડ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ સાધન શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.

આ પ્લાન્ટનો લાભ નાગરિકો સુધી પહોંચી શક્યો નથી

ઓછી અવરજવરવાળા વિસ્તારમાં લગાવાયેલા આ પ્લાન્ટનો લાભ નાગરિકો સુધી પહોંચી શક્યો નથી, એવો પાલિકા સભ્યનો આક્ષેપ છે.શહેરવાસીઓમાં નગરપાલિકા વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ આ પ્રોજેક્ટને માત્ર કાગળ પરનો ગણાવ્યો છે. સ્થાનિકોએ પ્લાન્ટનું સ્થળ બદલીને સુવિધા શરૂ કરવાની માગણી કરી છે..

આ સમાચાર શેર કરો