VIDEO: મોડાસાના રામપુરા ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે થાય છે નવા વર્ષની ઉજવણી
વિક્રમ સંવત 2080નું નવું વર્ષ આજથી શરૂ થઇ ગયું છે. દરેક જગ્
વિક્રમ સંવત 2080નું નવું વર્ષ આજથી શરૂ થઇ ગયું છે. દરેક જગ્યાએ નવા વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરાતી હોય છે. ત્યારે મોડાસાના રામપુરા ગામે ગોપાલક સમાજ દ્વારા અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરાય છે. રામપુર ગામમાં ગોપાલક સમાજની વધુ વસ્તી રહે છે. મોટા ભાગે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી જીવન ગુજરાન ચલાવે છે.
દર બેસતા વર્ષે અનોખી પરંપરા સાથે ઉજવણી કરાય છે. બેસતા વર્ષના દિવસે વહેલી સવારે તમામ પશુપાલક આબાલવૃદ્ધ સૌ ગામ ના ચોરે આવેલા રાધાકૃષ્ણના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણની આરતી કરે છે. આરતી દરમિયાન ગામના હજારો પશુધન મંદિર આગળ એકત્રિત કરાય છે.
આ પણ વાંચો:VIDEO: શક્તિપીઠ અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ, માં અંબાના ભક્તોએ કર્યા દર્શન
ગામના યુવાનો દ્વારા હજારો પશુધન વચ્ચે મોટા મોટા ફટાકડા ફોડે છે અને તમામ ગોપાલકો પશુઓને ભડકાવે છે. આ વર્ષોથી ચાલતી પરંપરા છે.કહેવાય છે કે આ રીતે પશુઓ ભડકાવી નવા વર્ષની ઉજવણી કરવાથી પશુઓમાં ક્યારે પણ મહામારીનો ઉપદ્રવ રહેતો નથી. માણસોમાં પણ ક્યારે ભેદી રોગ આવતો નથી અને ખેતી ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થાય છે.






