મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિદ્યાર્થીના વાળ ખેંચી ભીંતે માથું પછાડનારો અમદાવાદની માધવ સ્કૂલનો શિક્ષક સસ્પેન્ડ

અમદાવાદની વટવાની માધવ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટના સામે આવી છે.

અમદાવાદની વટવાની માધવ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીને મૂઢ માર માર્યો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. વિદ્યાર્થીના પિતાએ ગણિતના શિક્ષક અભિષેક પટેલ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શિક્ષક અભિષેક પટેલે વિદ્યાર્થીને 10થી વધુ તમાચા માર્યા

ગણિતનો અભ્યાસ કરાવતો શિક્ષક અભિષેક પટેલે વિદ્યાર્થીને 10થી વધુ તમાચા માર્યાના દ્રશ્યો વર્ગખંડમાં રહેલા સીસીટીવીના દ્રશ્યો વાયરલ થયા છે.

સ્કૂલ તંત્રએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા

આ મામલે અન્ય એક અન્ય એક વિદ્યાર્થીના પિતા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલ તંત્રએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે. ડીઈઓએ પણ વાયરલ વીડિયોને લઈને તપાસના આદેશ આપ્યા છે.

આ સમાચાર શેર કરો