મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રેલવે ટ્રેક પર લટાર મારવા નિકળેલા સિંહ પરિવારને આ રીતે લોકો પાયલટે બચાવ્યા.

અમરેલી જિલ્લાના પીપાવાવ રેલવે ટ્રેક પર ત્રણ સિંહ આવી જતા

અમરેલી જિલ્લાના પીપાવાવ રેલવે ટ્રેક પર ત્રણ સિંહ આવી જતા લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી તમામ સિંહનો આબાદ બચાવ કર્યો હતો. થયું એવું કે પીપાવાવ સાઇડિંગ - પીપાવાવ સ્ટેશન વચ્ચે એક સિંહણ તેના બે બચ્ચા સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી, તે જ સમયે ગુડસ ટ્રેન પીપાવાવ પોર્ટ થી પીપાવાવ તરફ જઈ રહી હતી, ત્યારે આ નાનકડો સિંહ પરિવાર અચાનક રેલવે ટ્રેક પર આવી ચડ્યો.

આ પણ વાંચો : અમદાવાદના શાળા સંચાલકો સરકારથી નારાજ, લખ્યો શિક્ષણમંત્રીને પત્ર

પરિસ્થિતિની જાણ થતાં અચાનક જ લોકો પાયલટે  ઇમર્જન્સી બ્રેક લગાવી અને ત્રણ સિંહોને ટ્રેન અડફેટે આવતા બચાવ્યા. તેમજ મામલાની જાણ થતાં વન વિભાગના કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અંતે રેલવે ટ્રેક પરથી તમામ સિંહ દૂર ખસી ગયા બાદ ગુડ્સ ટ્રેન રાબેતા મુજબ રવાના કરાઈ.

આ સમાચાર શેર કરો