મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ, આરોપી વિદ્યાર્થી અને તેના સાથીઓની અટકાયત

અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-10ના વિદ્યા

અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. સ્થાનિક ખોખરા પોલીસે આરોપી ધોરણ-8ના વિદ્યાર્થી અને તેના સાથીઓની અટકાયત કરી છે, પરંતુ પરિવારજનોના આક્ષેપ મુજબ છથી વધુ લોકો આ ઘટનામાં સામેલ હોવાની શંકા છે. મૃતકના પરિવારે આરોપ લગાવ્યો કે સ્કૂલ સંચાલકોએ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે.FSLની તપાસમાં જો પુરાવા નાશની પુષ્ટિ થશે તો સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાશે.  

 વિદ્યાર્થી અને તેના સાથીઓની અટક પોલીસે કરી

મળતી માહિતી મુજબ, ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ વિદ્યાર્થી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતો. જોકે, બુધવારે (20 ઓગસ્ટ) વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના મોત બાદ પરિવાર અને સમાજ રોષે ભરાયો હતો.

પરિવાર અને સિંધી સમાજના લોકો સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે ઝપાઝપપી કરી 

પરિવાર અને સિંધી સમાજના લોકો સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે ઝપાઝપપી કરી હતી. એટલું જ નહીં, સ્કૂલમાં ભારે તોડફોડ પણ કરી હતી. આ સિવાય ટોળાઓ દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપાલને માર મારવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો