VIDEO: સેવન્થ ડે સ્કૂલની બેદરકારી હશે તો NOC કરાશે રદ, જાણો DEOએ સમગ્ર મામલે શું કહ્યું
અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્
અમદાવાદના ખોખરામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને ભારે તોડફોડ પણ કરી હતી.
બાળકના મોત બાદ મામલે બિચક્યો હતો
અમદાવાદની સ્કૂલ મામલે DEO શાળાએ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે પોલીસ રિપોર્ટ આવશે એટલે તરત પગલાં લેવામાં આવશે. જો શાળાની ભૂલ હશે તો NOC રદ કરવા માટે અમે સરકારમાં ભલામણ કરીશું.
કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો
તમામ રિપોર્ટ આવ્યા બાદ પગલાં ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બેદરકારી મામલે શાળા તરફથી અમને જાણ કરવામાં આવી નથી.શાળાએ જાણ ન કરવા બદલ અમે શાળાને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે, જો બાળકની ગુનાહિત પ્રવૃતિઓ થતી હશે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.




