મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! કુવૈત અને બહરીને ઈરાન પર શરૂ કર્યા સીધા સૈન્ય હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે મિડલ ઈ

તસવીર: GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે મિડલ ઈસ્ટ ક્ષેત્રમાં યુદ્ધ વધુ વકર્યું છે. ઈરાન દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓના જવાબમાં હવે અખાતી દેશો પણ સીધા યુદ્ધમાં કૂદી પડ્યા છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ અનુસાર, બેહરીન અને કુવૈતે પ્રથમ વખત ઈરાન પર સીધા સૈન્ય હુમલા શરૂ કરી દીધા છે.

સાઉદી અરેબિયાનું સમર્થન

બેહરીન અને કુવૈતે ઈરાનના મિસાઈલ સ્ટોરેજ અને મહત્ત્વના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ જવાબી કાર્યવાહીમાં સાઉદી અરેબિયા બંને દેશોને ઈન્ટેલિજન્સ (ગુપ્ત માહિતી) અને ડિફેન્સિવ એર કવર આપીને મદદ કરી રહ્યું છે.

આત્મરક્ષણ છોડીને જવાબી કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો

અત્યાર સુધી કુવૈત અને બેહરીન જેવા અખાતી દેશો માત્ર પોતાની આત્મરક્ષા પૂરતી જ કામગીરી કરતા હતા. ઈરાન તરફથી આવતા ડ્રોન કે મિસાઈલોને હવામાં તોડી પાડવા સુધી જ તેમની સક્રિયતા સીમિત હતી, જેથી યુદ્ધ વધુ ન વકરે. પરંતુ ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાઓને જોતા હવે આ દેશોએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે.

અમેરિકન સૈન્ય મથકો ઈરાનના નિશાને

ઈરાન લાંબા સમયથી એવા દેશોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં અમેરિકાના સૈન્ય બેઝ આવેલા છે.

  • કુવૈતમાં હુમલા: ઈરાનનો દાવો છે કે તેણે કુવૈતમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ જેવા કે કેમ્પ ઉડૈરી, કેમ્પ દોહા, કેમ્પ આરિફજાન અને અલી અલ સલેમ એરબેઝને નિશાન બનાવ્યા છે.
  • બેહરીનમાં સાયરન: ઈરાની હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને બેહરીનમાં પણ ઈમરજન્સી સાયરન વગાડી નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની સૂચના આપવામાં આવી છે.

અન્ય દેશોની સ્થિતિ

રિપોર્ટ્સ મુજબ, યુએઈ અને સાઉદી અરેબિયા ઈરાન વિરુદ્ધની વ્યૂહાત્મક કામગીરીમાં જોડાયેલા છે, જ્યારે ઓમાન અને કતાર જેવા દેશોએ હજુ સુધી સીધા સૈન્ય હુમલા શરૂ કર્યા નથી. ઈરાન દ્વારા બેહરીન, કુવૈત, જોર્ડન અને યુએઈના અનેક શહેરોને નિશાન બનાવવાના પ્રયાસો બાદ હવે અખાતી ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો