મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાયવર્ઝન પર વન ખાડીનું પૂરનું પાણી ફરી વળ્યું

હાંસોટ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકાર જેવી ગંભી

તસવીર: GSTV

હાંસોટ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ ભારે વરસાદના કારણે હાંસોટથી કંટિયાજાળને જોડતા મહત્વના મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક ચાલી રહેલી ખાડીપુલની કામગીરીના ભાગરૂપે બનાવેલ ડાયવર્ઝન પર વન ખાડીનું પૂરનું પાણી ફરી વળ્યું હતું. પાણી ભરાઈ જવાના કારણે આ માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. રસ્તો બંધ થવાથી આસપાસના ગ્રામજનો અને રાહદારીઓને આવનજાવન કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો