મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીની અશ્વિની નદી બે કાંઠે, બ્રિજનું ડાયવર્ઝન ધોવાતા મુશ્કેલી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે અશ્વિની નદીમાં નવા નીર આ

તસવીર: gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદના કારણે અશ્વિની નદીમાં નવા નીર આવવાથી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનો નજારો ખૂબ જ મનમોહક છે. પરંતુ ઉપરવાસના વરસાદને કારણે કુકાવટી ગામ પાસે નિર્માણાધીન બ્રિજનું કામચલાઉ ડાયવર્ઝન પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે. આ ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓને અવરજવર માટે અંદાજે 10 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો