VIDEO: કિમ નદીનું ડાયવર્ઝન ધોવાતા હાલાકી
ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે.ત્યારે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગા

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે.ત્યારે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદી પરનું ડાઈવર્ઝન ઉપર પાણી ફરી વળતા ધોવાઈ ગયું હતું.જ્યારે આજ માર્ગ ઉપર રાજપરા ગામ પાસેનું ડાઈવર્ઝન પણ ધોવાઈ ગયું હતું.બંને ડાઈવર્ઝન ઉપર નદીના પાણી ફરી વળવા સાથે ડાઈવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ઉપર અસર થઈ છે.વાલિયા તાલુકામાં ડહેલી, રાજપરા અને દેસાડ બ્રિજના ડાઈવર્ઝન ધોવાઈ જતા રસ્તા બંધ કરવાની ફરજ પડી છે.તો પઠાર-ઝાંઝર ફળીયા એપ્રોચ રોડ,પેટીયા-ગુંદીયા એપ્રોચ રોડ, સેવડ-દોલતપુર એપ્રોચ રોડ,ભરાડીયા-પાતલ એપ્રોચ રોડ ,શીનાળા એપ્રોચ રોડ બંધે કરવામાં આવ્યા છે....




