VIDEO: 'આતંક સામેની લડાઈ અવિરત ચાલુ રહેશે', ઓપેરેશન સિંદૂરની વર્ષગાંઠ નિમિત્તે લેફ્ટનન્ટ જનરલનો હુંકાર
'ઓપરેશન સિંદૂર'ને એક વર્ષ પૂર્ણ થતા જયપુરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં લેફ્ટનન્ટ
'ઓપરેશન સિંદૂર'ને એક વર્ષ પૂર્ણ થતા જયપુરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ આ સૈન્ય કાર્યવાહીને માત્ર એક શરૂઆત ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આ ઓપરેશનમાં ભારતે નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરી દુશ્મનને પાઠ ભણાવ્યો છે અને આતંક સામેની લડાઈ અવિરત ચાલુ રહેશે.
લેફ્ટનન્ટ જનરલે રક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પર ભાર મુકતા કહ્યું કે, આજે 65 ટકાથી વધુ સંરક્ષણ સાધનો સ્વદેશી છે, જે આપણી શક્તિમાં વધારો કરે છે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે ભારતે કડક પ્રહાર કરી પાકિસ્તાનને વાતચીત માટે વિવશ કર્યું હતું. જ્યારે પાકિસ્તાની દળોએ વિનંતી કરી ત્યારે જ ભારતે દુશ્મનાવટ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતની સચોટ વ્યૂહરચનાનું જીવંત ઉદાહરણ છે.



