VIDEO: LOC નજીક ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠને પગલે ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારો હાઈ એલર્ટ પર
જમ્મુ કાશ્મીરમાં ગુરેઝ ખાતે એલઓસી વિસ્તારમાં ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પહેલાં સુરક્ષા વ્યવસ્થા વધુ
જમ્મુ કાશ્મીરમાં ગુરેઝ ખાતે એલઓસી વિસ્તારમાં ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પહેલાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ભારતીય સેનાએ સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને નજર રાખવાની કામગીરી તેજ કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની તૈનાતી સાથે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સેનાના જવાનો સતત મોનિટરિંગ કરી રહ્યા છે જેથી કોઈ પણ ઘૂસણખોરી અથવા શંકાસ્પદ હલચલને તરત રોકી શકાય. સ્થાનિક લોકોએ સેનાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાને આવકારી છે. લોકોનું કહેવું છે કે સરહદ પર શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સેનાની સતર્કતા ખૂબ જ જરૂરી છે.



