મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂના બોરભાઠા બેટના ખેડૂતે કર્યો પર્પલ કોબીજનો અખતરો

પર્પલ કોબીજ આમ તો હોટલોમાં સલાડ તરીકે વપરાતી હોય છે. આ સિવાય ખાસ વસ્તુઓ તૈયાર કરવા માટે પર્પલ કોબીજની ડ

પર્પલ કોબીજ આમ તો હોટલોમાં સલાડ તરીકે વપરાતી હોય છે. આ સિવાય ખાસ વસ્તુઓ તૈયાર કરવા માટે પર્પલ કોબીજની ડિમાન્ડ રહે છે. શિયાળામાં કોબીજ અને ફ્લાવરનું સવિશેષ ઉત્પાદન જોવા મળે છે. ગુજરાતમાં હિંમતનગર વિસ્તારમાં કોબીજ ફ્લાવરનું સૌથી વધુ વાવેતર થાય છે. પરંતુ ગુજરાતના સાહસિક ખેડૂતો નવા નવા પ્રયોગો કરીને કોબીજની અલગ અલગ વેરાયટીના અખતરા કરે છે. રૂટિન પાકની સાથે ભરૂચ જિલ્લાના જૂના બોરભાઠા બેટ ગામના યુવાને પર્પલ કોબીજનું વાવેતર કર્યું છે. આજે પ્રિતેશભાઈના ખેતરમાં કોબીજ તૈયાર થતાં આજુબાજુના ખેડૂતો જોવા આવે છે. ટુંકાગાળાના પાક કોબીજમાં ખૂબ જ સારી આવક મળી રહી છે.  

અંકલેશ્વર તાલુકાના ખેડૂત પ્રિતેશભાઈને નાનપણથી ખેતીની જવાબદારી આવી ગઈ હતી. પિતાના અવસાન પછીથી ઘર પરિવારના ભરણપોષણ માટે ખેતીને આવકનું સાધન બનાવી. ધોરણ 9 સુધી અભ્યાસ બાદ તેઓ ખેતીમાં નવા નવા પ્રયોગો સાથે ખેતી કરી રહ્યા છે. દર વર્ષે  6 વીઘામાં જુદા જુદા શાકભાજીની ખેતી કરે છે. આ વખતે રૂટિન કોબીજની સાથે સાથે પર્પલ કોબીજના રોપા પણ લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર માહિતી મેળવ્યા પછી અખતરો કર્યો છે.  જમીન તૈયારી વખતે પાયામાં 1 વીઘે 2 ટ્રોલી છાણિયું ખાતર આપ્યું હતું. કોબીજમાં 1 ફૂટ બાય 1 ફૂટનું અંતર રાખી જાન્યુઆરી મહિનામાં વાવેતર કર્યું હતું. 

માત્ર 60થી 70 દિવસમાં તૈયાર થતા પાકના 7 હજાર રોપા ગ્રીન કોબીજ અને 300 રોપા પર્પલ કોબીજના લગાવ્યા છે. પર્પલ કોબીજના માર્કેટમાં પ્રતિ મણના 500થી 600 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જ્યારે રૂટિન કોબીજના 400થી 450 રૂપિયા ભાવ મળી રહ્યા છે. 1 વીઘામાં કોબીજ ફ્લાવરની ખેતીમાં વાવેતરથી વેચાણ સુધી 15થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે. જેની સામે 1 વીઘામાંથી કોબીજનું 60થી 70 હજાર રૂપિયાનું વેચાણ મળે છે.

આ સમાચાર શેર કરો