VIDEO: અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, ટાઈફોડના દર્દીઓથી OPD ઉભરાઈ
અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળાએ ભરડો લેતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. મચ્છરજન્ય રોગોની સાથે પ્રદૂષિત
અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળાએ ભરડો લેતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. મચ્છરજન્ય રોગોની સાથે પ્રદૂષિત પાણીના કારણે લોકો વધારે બીમાર પડી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં જ દિવસમાં શહેરમાં ડેન્ગ્યુ સાથે ઝાડા ઉલટી અને ટાઈફોઇડના કેસ વધ્યા છે.
950થી વધુ કેસોથી હોસ્પિટસલો અને ક્લિનિકો ઉભરાઈ
ચાલુ મહિને અમદાવાદમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો ડેન્ગ્યુના 345 કેસ, સાદા મેલેરિયાના 110 કેસ, ઝેરી મેલેરિયાના 18 કેસ, ચિકન ગુનિયાના 35 કેસ, ઝાડા-ઉલ્ટીના 541 કેસ, ટાઈફોડ 485 કેસ, કોલેરાના 22 કેસ નોંધાઈ ચુક્યા છે.




