મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'તે મારી ગાડી કેમ દબાવી', કારચાલક ઉશ્કેરાયો અને દંડા વડે બાઈક સવારને જાહેરમાં માર માર્યો

મહેસાણામાં સામન્ય બાબતે યુવાનને દંડા વડે ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. મહેસાણાની મોઢેરા ચ

મહેસાણામાં સામન્ય બાબતે યુવાનને દંડા વડે ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. મહેસાણાની મોઢેરા ચોકડી પર આ ઘટના સર્જાઈ હતી, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણાની મોઢેરા ચોકડી પાસે કાર સાઈડમાં દબાવવાની સામાન્ય બાબતનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યું હતું.

બાઈક ચાલકને પીઠ, હાથ, પગ, કમર અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી

જેમાં કાર ચાલક અને બાઈક સવાર યુવાન વચ્ચે ગાડી દબાવવા બાબતે પહેલા માથા પચ્ચી થઈ પછી વધુ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ કાર ચાલક એ હદે ઉશ્કેરાઈ ગયો કે તેણે કારમાંથી દંડો કાઢીને  બાઈક સવાર શખ્સને માર માર્યો હતો. બાઈક ચાલક શખ્સને પીઠ, હાથ, પગ, કમર અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, આ ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. GJ 02 DP 5009 વેગનઆર કાર ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેસાણા બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો