VIDEO: મંત્રી ઋષિકેશ-રાઘવજી પટેલ સહિત આ નેતાઓની ચેમ્બરો ખાલી કરાવી, અધિકારીઓએ થેલામાં ભર્યા દસ્તાવેજ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. મળતી માહિતી મુજબ, સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ 16 મંત્રીઓએ રાજીનામાં ધરી દીધા હતા. આ રાજીનામાં વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યા હતા, જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી. જુના મંત્રીઓના રાજીનામાં બાદ ચેમ્બરો ખાલી કરવામાં આવી રહી છે.
મંત્રીઓએ રાજીનામા પત્ર પર સહી કરી દીધા બાદ હવે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલનું કાર્યાલય ખાલી કરાયું છે. સાથે જ મંત્રાલયની ફાઈલો સહિત દસ્તાવેજો થેલામાં ભરવાની કાર્યવાહી કર્મચારીઓ કરી રહ્યા છે. થોડીવારમાં જૂના મંત્રીઓની નેમ પ્લેટ પણ ઉતારી લેવામાં આવશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલનું કાર્યાલય પણ ખાલી કરાયું છે. કાર્યાલયમાંથી તમામ દસ્તાવેજો સહિતની વસ્તુઓ દૂર કરવા માટે મંત્રીના અંગત મદદનીશ સહિતના સ્ટાફને સૂચના અપાઈ છે. આ સાથે ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંત સિંહ રાજપૂતની ચેમ્બરો ખાલી કરાવાઈ છે. થોડીવારમાં જુના મંત્રીઓના નામની પ્લેટ પણ ઉતારી લેવાશે.






