મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-સુરતમાં ફૂલ સ્પીડમાં કાર સર્કલ સાથે અથડાઈ ઊંઘા માથે થઈ

સુરતના પાલ ગૌરવ પથ રોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ફૂલ સ્પીડમાં દોડતી કાર સર્કલ

સુરતના પાલ ગૌરવ પથ રોડ પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ફૂલ સ્પીડમાં દોડતી કાર સર્કલ સાથે અથડાઈ હતી. જેથી સર્કલનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સર્કલ પર કરવામાં આવેલા બ્યૂટીફિકેશનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ કાર (જીજે 05 આરએ 573)ના બોનેટ સહિતના ભાગે નુકસાન થયું હતું. જો કે, કારમાં એરબેગ હોવાથી ચાલકને ઓછી ઈજા પહોંચી હતી. બાદમાં ચાલકને હોસ્પિટલ ખસેડાયો હતો. 

આ સમાચાર શેર કરો