VIDEO: ઉપલેટામાં 20 ગામોને જોડતો પુલ તૂટ્યો, ધોધમાર વરસાદને કારણે નદીમાં આવ્યું પુર
રાજ્યમાં ચોમાસું જામ્યું છે, વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આ વચ્

રાજ્યમાં ચોમાસું જામ્યું છે, વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આ વચ્ચે રાજકોટના ઉપલેટામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. ઉપલેટાના ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો છે.ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો.
ઉપલેટાના ચિત્રાવડ- ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો
આ પૂલ તૂટતા ચિત્રાવડથી 15 થી 20 ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે આ અગાઉ પણ પુલ તૂટી ગયો હતો, જે બાદ માટી નાખીને ફરી પૂલ બનાવવામા આવ્યો હતો.
અગાઉ પણ પુલ તૂટી ગયો હતો
સરકારને સ્થાનીકોએ વાંરવાર રજૂઆત કરી હતી, છતાં પુલ નવો ન બનાવતા ફરી પુલ તૂટતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સંખ્યાબંધ ગામોને જોડતો માર્ગ
જામકંઠોરણા તાલુકા ના ચિત્રાવડ પાટી, બરડીયા, ગુંનાદા સરી, જામ દાદર, મોજ ખીજડીયા, જામ થોરાડા,ચરેલ, સાતોદળ, રાજપરા, કાનાવદાળા, બાલાપર, ખજુરડા જેવા ગામડાઓ તથા ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાળી, પડવાલા,ભાયાવદર, ખાખીજાળીયા,ખારચીયા,મોટીપાનેલી,ગીંગણી,સિદસર, જામજોધપુર ગામોથી સીધુ રાજકોટ જવા માટે તો આ મુખ્ય માર્ગ છે.






